આઈપીએલ

આઈપીએલ

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. જેણે માત્ર ભારતીય ક્રિકેટ જ નહીં પરંતુ વિશ્વ ક્રિકેટની દશા અને દિશા બદલી નાખી.

આઈપીએલની પ્રથમ સીઝન 2008માં થઈ હતી અને ત્યારથી આ લીગનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. IPLમાં કુલ 10 ટીમો રમે છે. મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, રાજસ્થાન રોયલ્સ, પંજાબ કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, લખનૌ સુપર જાયન્ટ્સ, ગુજરાત ટાઇટન્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આ લીગમાં ભાગ લે છે.

મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સે સૌથી વધુ વખત, 5-5 વખત IPL ટુર્નામેન્ટ જીતી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ આ ટુર્નામેન્ટ બે વખત જીતી ચુકી છે. જ્યારે ગુજરાત ટાઇટન્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, રાજસ્થાન રોયલ્સ એક-એક વખત જીતી ચૂકી છે. આ પહેલા ડેક્કન ચાર્જર્સની ટીમ પણ એક વખત IPL જીતી ચૂકી છે.

IPLની દરેક સીઝન પહેલા ખેલાડીઓને ખરીદવા માટે એક હરાજીનું આયોજન કરવામાં આવે છે. જેમાં વિવિધ ટીમો ખેલાડીઓ માટે બોલી લગાવે છે. IPL દર વર્ષે એપ્રિલથી મેની આસપાસ યોજાય છે અને તેની મેચો ભારતના ઘણા શહેરોમાં યોજવામાં આવે છે.

IPLની સૌથી ખાસ વાત એ છે કે, આ લીગમાં દુનિયાભરના ખેલાડીઓ ભાગ લે છે. જોકે, પાકિસ્તાની ખેલાડીઓને તેમાં ભાગ લેવાની મંજૂરી નથી. તેનું મહત્વનું કારણ પાકિસ્તાન દ્વારા ભારત વિરુદ્ધ કરવામાં આવી રહેલી આતંકવાદી ગતિવિધિઓ છે.

Read More

IPL 2024: KKR vs LSG વચ્ચેની મેચમાં લખનૌને મળી કારમી હાર, પોઈન્ટ ટેબલમાં કિંગ ખાનની ટીમને મળ્યું પ્રથમ સ્થાન

KKR અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચમાં KKRનું વર્ચસ્વ હતું. ઘરના પ્રશંસકો સામે લખનૌ સુપર જાયન્ટ્સ કંઈ ખાસ કરી શકી નહીં અને મેચ હારી ગઈ. KKRએ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. રાજસ્થાન અને KKR બંનેના 16-16 પોઈન્ટ છે પરંતુ KKR નેટ રન રેટમાં આગળ છે.

IPL 2024: KKR ના રમનદીપ સિંહે હવામાં ડાઇવિંગ કરી પકડ્યો જાદુઇ કેચ! ચાહકો બોલ્યા કેચ ઓફ ધ ટૂર્નામેન્ટ, જુઓ વીડિયો

IPLની 17મી સિઝનની 54મી મેચ લખનઉ સુપર જાયન્ટ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી. લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં KKRએ પ્રથમ બેટિંગ કરીને 235/6 રન બનાવ્યા હતા. જ્યારે કેએલ રાહુલની ટીમ ટાર્ગેટનો પીછો કરવા મેદાનમાં ઉતરી ત્યારે કેકેઆરના યુવા ખેલાડી રમનદીપ સિંહે ફિલ્ડિંગ દરમિયાન શાનદાર કેચ લઈને ચાહકોના દિલ જીતી લીધા હતા.

IPL 2024 વચ્ચે CSKને લાગ્યો મોટો ઝટકો, ચાલુ સિઝનમાં સ્ટાર બોલર ટીમમાંથી થયો બહાર, જાણો મોટું કારણ

IPL 2024: IPLની 17મી સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સને ફાસ્ટ બોલર મથિશા પથિરાનાના રૂપમાં મોટો ફટકો પડ્યો છે, જે હેમસ્ટ્રિંગની ઈજાને કારણે પોતાના દેશ શ્રીલંકા પરત ફર્યો છે.

IPL 2024ની સીઝનમાં કોઈ ન કરી શક્યું તે સાણંદના ગુજરાતી ખેલાડીએ કર્યું, ધોનીને 0 પર બોલ્ડ કર્યો

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં આજે ડબલ હેડર મેચ છે. પહેલી મેચ પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાય રહી છે. જેમાં આઈપીએલ 2024માં કોઈ ટીમનો ખેલાડી ન કરી શક્યો તે એક ગુજરાતીએ કરી દેખાડ્યું,

IPL 2024 પર્પલ કેપના લિસ્ટમાં છે 2 ગુજરાતી ખેલાડી, ઓરેન્જ કેપમાં આ ખેલાડી છે આગળ

રોયલ ચેલેન્જર્સ બેગ્લુરુંના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ 42 રનની ઈનિગ્સ રમી ઓરેન્જ કેપ પર પોતાનો કબજો કર્યો હતો. તો ચાલો આજે જોઈએ ઓરેન્જ કેપ અને પર્પલ કેપ માટે કોણ ટૉપ-5માં છે.

IPL 2024માં છેલ્લી વખત જોવા મળી શકે છે આ 5 દિગ્ગજ સ્ટાર ! એકના તો છે કરોડો ચાહકો

કોઈ પણ ક્રિકેટનું ફોર્મેટ હોય એક દિવસે તો સ્ટાર ખેલાડીએ ક્રિકેટને અલવિદા કહેવાનો સમય આવે છે. પરંતુ આનાથી તેના ચાહકો ખુબ દુખી થાય છે. તો તમને જણાવી દઈએ કે, આ આઈપીએલ 2024ની સીઝનમાં પણ કેટલાક ખેલાડીઓ એવા છે જે આવતી આઈપીએલ એટલે કે, આઈપીએલ 2025માં રમતા ન પણ જોવા મળે.

“નામ બડે ઔર દર્શન છોટે” IPL 2024માં આ ટીમનું નામ મોટુ પરંતુ ટીમનું પ્રદર્શન છે ખરાબ

આઈપીએલની સીઝન હવે વધુ રોમાંચક થઈ છે કારણ કે, હવે એ જોવાનું રહેશે કે, કઈ ટીમ ક્વોલિફાય કરી શકે છે.રોયલ ચેલેન્જર્સ બેગ્લુરુંએ આઈપીએલ 2024ની 52મી મેચમાં ગુજરાત ટાઈટન્સને 4 વિકેટથી હાર આપી પ્લેઓફમાં પહોંચવાની આશા જાળવી રાખી છે.

IPL 2024 RCB vs GT: સિરાજ-દયાલ બાદ વિરાટ-ડુ પ્લેસિસે તબાહી મચાવી, બેંગલુરુએ ફરી ગુજરાતને કચડી નાખ્યું

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ સતત બીજી મેચમાં ગુજરાત ટાઈટન્સને હરાવ્યું અને સતત ત્રીજી જીત સાથે પોઈન્ટ ટેબલમાં સાતમું સ્થાન મેળવ્યું હતું. જ્યારે ગુજરાત આ હાર સાથે નવમા સ્થાને સરકી ગયું છે. મોહમ્મદ સિરાજે 2 ઓવરમાં ગુજરાતના બંને ઓપનરને આઉટ કરીને બેંગલુરુની જીતનો પાયો નાખ્યો હતો. જે બાદ વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસે RCBને બેટિંગમાં ધમાલ શરૂઆત આપવતા માનસિક રીતે પહેલા જ જીત મેળવી હતી. અંતમાં દિનેશ કાર્તિક અને સ્વપ્નિલ સિંઘે RCBને જીત અપાવી હતી.

IPL 2024 : વિરાટ કોહલીનો શાનદાર રન આઉટ, થર્ડ અમ્પાયરના નિર્ણય બાદ અનુષ્કાને આપી ‘ફ્લાઈંગ કિસ’

ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બેંગલુરુના બોલરોએ ગુજરાતને માત્ર 147 રનમાં આઉટ કરી દીધું હતું અને બાદમાં આસાનીથી રનચેઝ કરી RCBએ જીત મેળવી હતી, જેમાં વિરાટ કોહલીનું પણ મહત્વનું યોગદાન હતું. બેટિંગમાં ધમાલ મચાવતા પહેલા વિરાટે મેદાન પર ફિલ્ડિંગમાં પણ કમાલ કર્યો હતો. જેમાં તેણે ગુજરાતના શાહરુખ ખાનને આઉટ કર્યા બાદ પત્ની અનુષ્કા શર્માને ફ્લાઈંગ કિસ કરી હતી, જેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા.

IPL 2024 RCB vs GT: શુભમન ગિલ જોતો જ રહ્યો, ગુજરાત ટાઈટન્સે બનાવ્યો આટલો ખરાબ રેકોર્ડ

IPL 2024 ગુજરાત ટાઈટન્સ માટે સારું રહ્યું નથી, જેમણે છેલ્લી સતત બે સિઝનમાં જોરદાર પ્રદર્શન કર્યું છે. પ્રથમ વખત ટીમનું સુકાન સંભાળી રહેલા શુભમન ગિલના નેતૃત્વમાં ગુજરાતનું પ્રદર્શન ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું છે. ટીમ પ્લેઓફની રેસમાં પાછળ જોવા મળી રહી છે અને હવે તેની સાથે કંઈક એવું બન્યું છે, જે છેલ્લી બે સિઝનમાં પણ બન્યું ન હતું.

PCBએ પોતાના જ પગે મારી કુહાડી, IPLની સાથે જ PSLનું કરશે આયોજન

PCBએ હવે BCCI સાથે સીધી સ્પર્ધા કરવાની જાહેરાત કરી છે. પાકિસ્તાની બોર્ડે એક પ્રેસ રિલીઝ જારી કરીને કહ્યું છે કે PSL-7 એપ્રિલથી 20 મે વચ્ચે યોજાશે, જ્યારે અગાઉ તે જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં યોજવામાં આવતું હતું. BCCI ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) નું આયોજન માત્ર એપ્રિલ-મે વિન્ડોમાં કરે છે.

IPL 2024 : સુનીલ ગાવસ્કર સ્ટાર સ્પોર્ટ્સ પર થયા ગુસ્સે, લાઈવ શોમાં લગાવી ક્લાસ

સનરાઈઝર્સ હૈદરાબાદ સામે વિરાટ કોહલીની ધીમી ઈનિંગ્સની ટીકા થઈ હતી, ત્યારબાદ વિરાટે ગુજરાત સામે શાનદાર બેટિંગ કરી હતી અને પછી એક ઈન્ટરવ્યુમાં તેણે ટીકાકારોને જવાબ આપ્યો હતો કે તે લાંબા સમયથી રમી રહ્યો છે અને તેની રમતને સમજે છે. કોહલીની સ્ટ્રાઈક રેટને લઈ ભારતના મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરે પણ ટીકા કરી હતી, જોકે તેને વારંવાર ટેલિકાસ્ટ કરવામાં આવતા તેઓ ખૂબ જ ગુસ્સે થયા છે.

IPL 2024 : ગુજરાત સામે કોહલીની 151ની બેટિંગ એવરેજ, વિરાટને રોકવું ગુજરાતના બોલરો માટે મોટો પડકાર

IPL 2024માં 10 મેચ રમીને વિરાટ કોહલીના 500 રન છે. વિરાટનો ગુજરાત સામે જે પ્રકારનો રેકોર્ડ છે તેનાથી સ્પષ્ટ થાય છે કે આ મેચ બાદ તે ફરીથી ઓરેન્જ કેપની રેસમાં નંબર વન બની શકે છે. આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો સામનો ગુજરાત ટાઈટન્સ છે. આ ટીમ સામે વિરાટ કોહલી જ્યારે પણ રમે છે ત્યારે સારી બેટિંગ કરે છે અને મોટો સ્કોર કરે છે. એવામાં આજની મેચમાં વિરાટને રોકવું ગુજરાતના બોલરો માટે મોટો પડકાર છે.

IPL 2024 RCB vs GT : રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગુજરાત ટાઈટન્સને 4 વિકેટે હરાવ્યું, સ્વપ્નિલ સિંહે સિક્સર ફટકારી અપાવી જીત

ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનમાં આજે 52માં મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો સામનો ગુજરાત ટાઈટન્સ સામે છે. મેચ પહેલા બંને ટીમના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીત્યો હતો અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

T20 World Cup 2024: હાર્દિક પંડ્યા-જસપ્રીત બુમરાહને છોડો, રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાને આપ્યું વાસ્તવિક ટેન્શન

રોહિત શર્મા કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ફિલ્ડીંગ માટે બહાર આવ્યો ન હતો. આ મેચમાં ટીમે તેને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે તક આપી અને રોહિતે માત્ર બેટિંગ કરી. આ પછી શંકા હતી કે તેને કોઈ પ્રકારની ઈજા થઈ છે. પીયૂષ ચાવલે હવે પુષ્ટિ કરી છે કે રોહિતને પીઠમાં હળવો દુખાવો છે. ટીમના કેપ્ટન રોહિત શર્મા વિશે આ સમાચાર સાંભળી ચોક્કસથી તેના ફેન્સ ચિંતામાં હશે. પરંતુ સૌથી મોટી ચિંતા હવે ટીમ મેનેજમેન્ટને છે. કારણકે વર્લ્ડ કપને હવે ઓછો સમય બાકી છે અને કેપ્ટન તકલીફમાં છે.

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">