ઋતુરાજ ગાયકવાડ

ઋતુરાજ ગાયકવાડ

ઋતુરાજ ગાયકવાડ મહારાષ્ટ્રના પુણેનો રહેવાસી છે. તેમના પિતા દશરથ ગાયકવાડ છે. જેઓ ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ના કર્મચારી હતા. તેની માતા સવિતા ગાયકવાડ શિક્ષિકા હતી. ઋતુરાજ ગાયકવાડે 3 જૂન 2023 ના રોજ મહાબળેશ્વર ખાતે તેની ગર્લફ્રેન્ડ ઉત્કર્ષ પવાર સાથે લગ્ન કર્યા હતા. આઈપીએલ 2024 પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સે કેપ્ટનશીપમાં મોટો ફેરફાર કર્યો હતો, ઋતુરાજ ગાયકવાડને ચેન્નાઈ સુપર કિંગ્સની કમાન સોંપી છે.

2019માં સીએસકેની ટીમમાં ઋતુરાજ ગાયકવાડે ડેબ્યુ કર્યું હતુ. ઋતુરાજ ગાયકવાડે અત્યાર સુધી આઈપીએલમાં કુલ 53 મેચ રમી છે. જેમાં કુલ 1812 રન બનાવ્યા છે. જેમાં 162 ચોગ્ગા અને 73 સિક્સ ફટકારી ચૂક્યો છે.

આઈપીએલ 2023માં ટીમને ખિતાબ જીતાડવામાં યુવા ખેલાડીએ મહત્વની ભૂમિકા નિભાવી હતી. 27 વર્ષના ખેલાડીએ ભારત માટે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 2017માં ડેબ્યુ ક્યું હતુ. તેમણે એશિયાઈ રમતમાં ટીમને ગોલ્ડ મેડલ જીતાડ્યો હતો. ઋતુરાજ ગાયકવાડે ભારત માટે 6 વનડે મેચમાં 115 રન બનાવ્યા છે.

Read More

BCCIએ T20 વર્લ્ડ કપ ટીમમાં પોતાના મનપસંદ ખેલાડીઓની પસંદગી કરી, વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીનો મોટો આરોપ

T20 વર્લ્ડ કપ માટે રોહિત શર્માની આગેવાનીમાં 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાનારી આ ટુર્નામેન્ટ માટે ચાર રિઝર્વ ખેલાડીઓને પણ જગ્યા આપવામાં આવી છે. પરંતુ આ ટીમ પર સવાલો ઉઠવા લાગ્યા છે. 1983 વર્લ્ડ કપ વિજેતા કૃષ્ણમાચારી શ્રીકાંતે BCCI પર ખેલાડીઓ સાથે ભેદભાવ કરવાનો આરોપ લગાવ્યો છે.

IPL 2024: ઋતુરાજ ગાયકવાડે પંજાબ સામે કર્યો ‘ટ્રિપલ બ્લાસ્ટ’, વિરાટ કોહલી પણ પાછળ રહી ગયો

ઋતુરાજ ગાયકવાડે પંજાબ કિંગ્સ સામે શાનદાર ઈનિંગ રમી હતી. ચેન્નાઈના કેપ્ટને 47 બોલમાં 62 રન બનાવ્યા હતા. આ શાનદાર ઈનિંગ દરમિયાન ગાયકવાડે ઓરેન્જ કેપની રેસમાં વિરાટ કોહલીને પાછળ છોડી દીધો અને બે મોટા રેકોર્ડ પણ બનાવ્યા.

IPL 2024: ઋતુરાજ ગાયકવાડ 10માંથી 9 ટોસ હર્યો, ધોનીએ ટોસ જીતવાની આપી અદ્ભુત સલાહ

IPL 2024માં ભલે ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન શાનદાર રહ્યું હોય, પરંતુ ટોસના મામલે તેમના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડનું નસીબ થોડું ખરાબ છે. ગાયકવાડ 10માંથી 9 મેચમાં ટોસ હારી ચૂક્યો છે અને ધોનીએ તેને આ મામલે પોતાનું નસીબ સુધારવા માટે અદ્ભુત સલાહ આપી છે.

IPL 2024ના આ કેપ્ટનોનું T20 વર્લ્ડ કપમાંથી કપાયું પત્તુ , એક ખેલાડીએ તો કર્યા છે 400થી વધુ રન

ટી 20 વર્લ્ડકપ 2024 માટે ભારતીય ટીમની કમાન રોહિત શર્મા સંભાળશે પરંતુ આઈપીએલ 2024ના 5 ભારતીય કેપ્ટનોને ટીમમાં સ્થાન મળ્યું નથી. જાણો કોને મળ્યું સ્થાન અને ક્યા ખેલાડીઓ બહાર થયા છે.

IPL 2024: ઋતુરાજ ગાયકવાડે SRH વિરુદ્ધ એવું શું કર્યું કે સચિન તેંડુલકર ટ્રોલ થવા લાગ્યો?

ઋતુરાજ ગાયકવાડે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 54 બોલમાં 98 રનની શાનદાર ઈનિંગ રમી હતી. તેની ઈનિંગના કારણે ચેન્નાઈને શાનદાર જીત મળી અને ટોપ-4માં વાપસી થઈ. પરંતુ હવે લોકો સચિન તેંડુલકરને તેના એક શોટના કારણે ટ્રોલ કરી રહ્યા છે. ઋતુરાજ ગાયકવાડના આ શોટનું સચિન તેંડુલકર સાથે શું છે કનેક્શન? કેમ લોકો સચિનને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે, જાણો આ આર્ટિકલમાં.

IPL 2024: CSK vs SRHની મેચમાં ચેન્નાઈએ ખડકી દીધી વિકેટની લાઇન, કાવ્યા મારન થઈ હેરાન, ‘માહી સેના’એ હૈદરાબાદને આ રીતે આપી હાર

CSK vs SRH: ચેન્નાઈ સુપર કિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 78 રનના વિશાળ માર્જિનથી હરાવ્યું છે. તુષાર દેશપાંડેએ 4 વિકેટ લઈને ચેન્નાઈની જીતમાં મોટો ફાળો આપ્યો હતો.

IPL 2024: CSK vs SRH વચ્ચેની મેચમાં 20મી ઓવરના બીજા બોલે ચેન્નાઈના કેપ્ટને કરેલી એક ભૂલ જીંદગીભર નહીં ભૂલે

રૂતુરાજ ગાયકવાડઃ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 3 વિકેટે 212 રન બનાવ્યા હતા. રૂતુરાજ ગાયકવાડે 54 બોલમાં સૌથી વધુ 98 રન બનાવ્યા હતા.

IPL 2024: જે ધોની-રૈના-જાડેજા ના કરી શક્યા તે ઋતુરાજ ગાયકવાડે કરી બતાવ્યું, બનાવ્યો ખાસ રેકોર્ડ

તમે ઘણા ખેલાડીઓને સુકાનીપદના બોજ હેઠળ વિખેરતા જોયા હશે પરંતુ ઋતુરાજ ગાયકવાડનો વિકાસ થયો. ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ચેપોકમાં લખનૌ સુપરજાયન્ટ્સ સામે શાનદાર સદી ફટકારી હતી. ગાયકવાડે માત્ર 56 બોલમાં સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. તમને જણાવી દઈએ કે ઋતુરાજ ગાયકવાડની આ સદી ચેન્નાઈ માટે ખૂબ જ ખાસ છે કારણ કે પ્રથમ વખત આ ટીમના કેપ્ટને સદી ફટકારી છે. આ પહેલા ધોની, રૈના, જાડેજા જેવા ખેલાડીઓ કેપ્ટન તરીકે સદી ફટકારી શક્યા ન હતા, પરંતુ ગાયકવાડે 17 વર્ષની રાહનો અંત આણ્યો હતો.

IPL છોડી CSKનો કેપ્ટન પત્ની સાથે ક્રિકેટ રમતો જોવા મળ્યો, ક્રિકેટર પત્નીએ કરી શાનદાર બોલિંગ, જુઓ વીડિયો

IPL 2024: ઋતુરાજ ગાયકવાડ આ સિઝનમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તેના બેટથી કેટલીક શાનદાર ઇનિંગ્સ રમી છે. જોકે, આ દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટનને તેની પત્ની ઉત્કર્ષ પવારે પડકાર ફેંક્યો હતો. 

IPL 2024: CSK vs MI વચ્ચેની મેચમાં માહીનો કમાલ-રોહિતની ધમાલ, પરંતુ આ 4 બોલ બન્યા મુંબઈની હારનું કારણ

છેલ્લી ઓવરમાં 500ના સ્ટ્રાઇક રેટથી રમાયેલી મહેન્દ્ર સિંહ ધોનીની ઇનિંગ્સે રોહિત શર્માની ઝળહળતી સદીએ તબાહી મચાવી છે. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈની ટીમે કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને શિવમ દુબેની અર્ધસદીના આધારે 4 વિકેટે 206 રન બનાવ્યા હતા. રોહિત શર્માની તોફાની ફિફ્ટી બાદ પણ મુંબઈની ટીમ જીતનો લક્ષ્યાંક હાંસલ કરી શકી નથી. જોકે આ એક ઓવરના 4 બોલ મુંબઇ માટે ભારે પડ્યા હોય તેમ કહેવામાં આવે તો ખોટું નથી.

IPL 2024: ઋતુરાજ ગાયકવાડે 5 વર્ષની લાંબી રાહનો અંત આણ્યો, તોડ્યો મોટો રેકોર્ડ

IPLના ઈતિહાસમાં ચેન્નાઈ સુપર કિંગ્સ એવી ટીમ બની ગઈ છે જેના કેપ્ટને સૌથી લાંબા અંતર (5 વર્ષ) પછી ટીમ માટે ફિફ્ટી ફટકારી હોય. ટીમના કેપ્ટન રુતુરાજ ગાયકવાડે કોલકાતા સામે ફિફ્ટી ફટકારીને પાંચ વર્ષની આ લાંબી રાહનો અંત કર્યો છે. આ પહેલા મહેન્દ્ર સિંહ ધોનીએ કેપ્ટન તરીકે 2019માં ફિફ્ટી ફટકારી હતી.

IPL 2024માં CSKની પહેલી હારનું કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે જણાવ્યું કારણ, જાણો શું હતો તફાવત

તેણે કહ્યું કે બીજી ઈનિંગમાં બોલ વધુ સ્વિંગ થઈ રહ્યો હતો અને બોલ રોકાઈને આવી રહ્યો હતો. CSK પ્રથમ ત્રણ ઓવરમાં માત્ર 7 રન બનાવી શકી હતી અને ગાયકવાડે આને મેચનો સૌથી મોટો તફાવત ગણાવ્યો હતો.

IPL 2024: ચેન્નાઈ સુપર કિંગ્સમાં કેપ્ટનશિપમાં કન્ફ્યુઝન અંગે તેમની જ ટીમના ખેલાડીનું ચોંકવાનારું નિવેદન

શું CSKમાં કેપ્ટનશિપને લઈને મૂંઝવણ છે? શું CSK ખેલાડીઓ સમજી શકતા નથી કે તેમનો કેપ્ટન કોણ છે? ના, આ પ્રશ્ન અમારો નથી પરંતુ CSKના ખેલાડીએ આ તરફ ધ્યાન દોર્યું છે. તેણે કહ્યું કે એક નિર્ણય લેવા માટે અમારે ઋતુરાજ અને ધોની બંનેની તરફ જોવું પડે છે.

IPL 2024 : શુભમન ગિલે ટોસ જીત્યો, ગુજરાતે પ્લેઈંગ 11માં કોઈ બદલાવ નહીં કર્યો

IPL 2024 ની સાતમી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ટક્કર. આ મેચ શાનદાર બનવાની છે કારણ કે ગત સિઝનની ફાઇનલમાં આ બંને વચ્ચે મુકાબલો થયો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સે છેલ્લા બોલે ગુજરાત ટાઈટન્સને હરાવીને પાંચમી વખત IPL જીતી હતી. જ્યારે ગુજરાત સતત બીજી વખત ચેમ્પિયન બનવાનું ચૂકી ગયું હતું. હવે નવી સિઝન છે અને બંને ટીમનું કોમ્બિનેશન પણ નવું છે, તો જોવાનું એ રહે છે કે કોણ જીતશે?

IPL 2024 CSK vs GT Live Score : ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઈટન્સને 63 રને હરાવ્યું, ગુજરાત ટાઈટન્સની આ સિઝનમાં પહેલી હાર

આજે IPL 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે ટક્કર થશે. બંને ટીમો ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ટકરાશે.

રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
g clip-path="url(#clip0_868_265)">