રાજ્યમાં CORONAના નવા 348 કેસ, 8 જિલ્લામાં એક પણ નવો કેસ નહીં

રાજ્યમાં 23 ફેબ્રુઆરીના દિવસે છેલ્લા 24 કલાકમાં CORONAના નવા 348  કેસ નોંધાયા છે.જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી.

  • Tv9 webdesk42
  • Published On - 20:55 PM, 23 Feb 2021
348 new cases of CORONA in the state, not a single new case in 8 districts

રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી CORONA સંક્રમણના નવા કેસોમાં વધારો અને કોરોનાથી થતા મૃત્યુમાં ઘણો ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 23 ફેબ્રુઆરીના દિવસે છેલ્લા 24 કલાકમાં CORONAના નવા 348  કેસ નોંધાયા છે.જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. સાથે જ આ 24 કલાકમાં રાજ્યમાં 8 જિલ્લામાં CORONAનો એક પણ નવો કેસ નોંધાયો નથી.

રાજ્યના મહાનગરોમાં નોંધાયેલા કોરોનાના નવા કેસોની વાત કરીએ તો સૌથી વધુ અમદાવાદમાં 69,  તેમજ વડોદરામાં 67, સુરતમાં  61 અને રાજકોટમાં 44 નવા કેસો નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી મુક્ત થઈને સાજા થયેલા દર્દીઓની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 294 અને અત્યાર સુધીમાં કુલ 261575 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ કોરોનાના એક્ટીવ કેસ વધીને 1786 થયા છે.