સરકારી રસીકરણની રાહ જોયા વિના, VACCINE ખરીદીને કર્મચારીઓને રસી આપવા કંપનીઓના પ્રયાસ

કેટલીક ખાનગી કંપનીઓએ સરકારી રસીકરણની રાહ જોવાનું ટાળ્યુ છે. આવી કંપનીઓએ તેમના કર્મચારીઓને કોરોનાની રસી અપાવવા માટે કોરોના વેક્સિન (VACCINE)) ખરીદવાના પ્રયાસ શરૂ કર્યા છે.

  • Ankit Modi
  • Published On - 14:09 PM, 20 Jan 2021
Attempts by companies to vaccinate employees by purchasing vaccines, without waiting for government vaccinations
કંપનીઓ પોતાના ખર્ચે તેમની તમામ ઓફિસ સ્ટાફ  અને કર્મચારીઓને કોરોના રસી આપવાની યોજના બનાવી રહી છે.

દેશમાં મોટા પાયે કોરોના રસીકરણ (CORONA VACCINE)ની શરૂ થયા પછી, હવે ઘણી કંપનીઓ પોતાના ખર્ચે તેમની તમામ ઓફિસ સ્ટાફ  અને કર્મચારીઓને કોરોના રસી આપવાની યોજના બનાવી રહી છે. સરકારી વેક્સીન માટે ઇંતેજાર ન કરી દિગ્ગ્જ કંપનીઓએ સરકારી હરૂપ બાદ તેમને વેક્સીન મળે તે માટે પ્રયાસ શરૂ કર્યા છે.

JSW સ્ટીલ અને જિંદાલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ (JSPL) જેવી કંપનીઓએ કહ્યું છે કે તેઓ ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓ સાથે તેમની જરૂરિયાત પ્રમાણે રસી મંગાવવા માટે વાતચીત કરી રહ્યા છે. JSPLના મુખ્ય માનવ સંસાધન અધિકારી પંકજ લોચનએ જણાવ્યું હતું કે, અમે પૂરક સપ્લાય માટે રસી ઉત્પાદકોનો સંપર્ક કરી રહ્યા છીએ અને રોગચાળા સામે લડતા ફ્રન્ટલાઈન વોરિયર્સને વેક્સીન મળ્યા પછી રસી લેવાનો પ્રયાસ કરીશું.

ટાટા સ્ટીલ અને મહિન્દ્રા ગ્રુપ જેવી કંપનીઓ પણ તેમના સ્ટાફને રસી અપાવવાનો પ્રયાસ કરી રહી છે. આ સાથે, કન્ઝ્યુમર ગુડ્સ બનાવતી દેશની અગ્રણી ઉત્પાદક ITC લિમિટેડે ભારત સરકારના ગ્રુપને રસી આપ્યા બાદ તેના સ્ટાફ માટે રસીકરણ હેતુ દવાઓ બનાવતી કંપનીઓ સાથે વાતચિત કરવાનું શરૂ કર્યું છે.

આઇટીસી ગ્રુપના કોર્પોરેટ હ્યુમન રિસોર્સિસના વડા અમિતાભ મુખર્જીએ કહ્યું કે, “આઈટીસી તેના તમામ સ્ટાફને કોરોનાવાયરસ વેક્સીન લાગુ કરવા માટે પ્રયાસ કરે છે. અમે દવા ઉત્પાદક કંપનીઓનો સંપર્ક કર્યો છે અને ફાર્માસ્યુટિકલ કંપનીઓ સાથે વાતચીત કરી રહ્યા છીએ.”

ભારતની ફાર્માસ્યુટિકલ કંપનીઓ ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રોજેનિકાની કોરોનાવાયરસ વેક્સીન કોવિશિલ્ડ પર મોટો દાવ રમી રહી છે. ભારતમાં આ દવા પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવવામાં આવી છે. આની સાથે ભારત સરકાર પણ ICMR દ્વારા ભારત બાયોટેકના સહયોગથી બનાવવામાં આવેલી રસી પર પણ મોટો મદાર રાખી રહી છે.

ટાટા સ્ટીલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કંપની કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને કામ કરી રહી છે અને જ્યારે રસી મળે છે ત્યારે માર્ગદર્શિકા મુજબ તેઓ તેમના કર્મચારીઓને રસી આપશે. પ્રવક્તાએ કહ્યું કે ટાટા સ્ટીલ તેના કર્મચારીઓની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે.